શિક્ષણ સહાય – ગ્રામ્ય બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત

શિક્ષણ સહાય – ગ્રામ્ય બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત

Posted 4 weeks ago

Description

“વન વગડો” ગ્રુપ દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણમાં સહાય મળે તે માટે શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક, પેન, પેન્સિલ અને અન્ય જરૂરી સ્ટેશનરી આપવામાં આવે છે, જેથી તેઓ શિક્ષણથી વંચિત ન રહે અને ઉત્સાહપૂર્વક ભણવામાં આગળ વધી શકે. આ પ્રવૃત્તિ માત્ર સામગ્રી આપવાની નથી, પરંતુ બાળકોમાં આત્મવિશ્વાસ અને ભણવાની પ્રેરણા જાગૃત કરવાની છે. “વન વગડો”નો વિશ્વાસ છે કે શિક્ષણ દ્વારા જ સમાજમાં સાચો પરિવર્તન આવી શકે. 👉 “એક બાળક ભણે, તો સમગ્ર સમાજ આગળ વધે.” 🌱